શ્રેષ્ઠ વિદ્યાલય પુરસ્કાર

જીવનમાં દરેક ક્ષેત્રોમાં રામાયણ અને મહાભારત મોજુદ છે, જો તમને રામ અને કૃષ્ણ બનતા આવડે તો વિજય તમારો જ છે. . જો લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે…… તમે એ બધાની ઉપર છો. .
 વિજ્ઞાન મેળાની મુલાકાતે .......
        એન. સી. ઇ. આર. ટી., નવી દિલ્હી વર્ષ 1971 થી દર વર્ષે રાષ્ટ્રિય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરે છે. તે વર્ષ 1988 થી બાળકો માટે ‘જવાહર નહેરુ વિજ્ઞાન પ્રદર્શન તરીકે ઓળખાય છે. એન. સી. ઇ. આર. ટી દ્વારા પરિચિત વિષયો પર રાજ્યમાં દરેક સ્તરે દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.


વિજ્ઞાન પ્રદર્શનો શા માટે?

સમર્થ બાળકોને તેમની વૈજ્ઞાનિક સમર્થતાનો વિકાસ કરવા.

બાળ વૈજ્ઞાનિક પેદા કરવાને પ્રોત્સાહન આપવું.

તેમને માનવ પ્રગતિમા વિજ્ઞાનની અને તકનીકી ભૂમિકા સમજવામાં મદદ કરવી.

વિજ્ઞાનનો ફેલાવો કરવો.

આપણા દેશની સામાજિક અને આર્થિક પ્રગતિમાં વિજ્ઞાનના ફાળા અંગે લોકોને પરિચિત કરવા.

વિજ્ઞાન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વિકસાવવો અને બાળકોમાં વિજ્ઞાન માટેનો રસ પેદા કરવો.

સમર્થ બાળકોને વિજ્ઞાન અને તકનીકી જ્ઞાન કેવી રીતે વિકાસમાં વપરાય છે તે વિષે વિચારતા કરવા.

પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પી. ટી. સી વિભાગને આવરી લઇને રાજ્ય સ્તરના વિજ્ઞાન પ્રદર્શનના તમામ રજૂઆત નમૂનાઓ સાથેની નમૂનારૂપ વિવરણાત્મક પુસ્તિકા તૈયાર કરવી.


વિજ્ઞાનમેળામાં કૃતિઓ 
સાથે વિદ્યાર્થીઓ