શ્રેષ્ઠ વિદ્યાલય પુરસ્કાર

જીવનમાં દરેક ક્ષેત્રોમાં રામાયણ અને મહાભારત મોજુદ છે, જો તમને રામ અને કૃષ્ણ બનતા આવડે તો વિજય તમારો જ છે. . જો લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે…… તમે એ બધાની ઉપર છો. .

સ્વામી વિવેકાનંદ વાંચન પર્વ





કાર્યક્રમ ની શરૂઆત
વાંચન 

વ્યસન મુક્તિ અંતર્ગત કાર્યક્રમ 
 શિક્ષણ વિભાગના જી.સી.ઇ.આર.ટી અંતર્ગત આગામી ૧૧ સપ્ટેમ્બર થી ૩૦ ઓકટોબરના એક માસ દરમ્યાન સ્વામી વિવેકાનંદ વાંચન પર્વ ઉજવવાની મુખ્યમંત્રીનરેન્દ્ર મોદી દ્વારા શિક્ષક દિન નિમિત્તે જાહેરાત કરેલ હતી.
સ્વામી વિવેકાનંદ વાંચન પર્વનો મુખ્ય હેતુ બાળકો પોતાની વયકક્ષા મુજબનું વાંચન કરી શકેવાંચેલુ સમજી શકે અને બાળકોના વાંચન શિક્ષણ માટે શિક્ષકો જાગૃત તેમજ સંવેદનશીલ બને તે હેતુ કેન્દ્ર સ્થાને છે. વાંચનલેખન અને ગણન કૌશલ્યો અંગે પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોનું સિધ્ધિસ્તર કેટલું અને કેવું છે એ જાણવાનો પ્રયત્ન દર વર્ષે ઉજવાતા ગુણોત્સવ અંતર્ગત રાજય સરકાર કરી રહી છે. ઉત્તરોતર બાળકોની સ્થિતિ સુધરી રહી છે. કેટલાંક બાળકો વાંચન કૌશલ્યમાં હજી પણ પાછળ રહી ગયા છે તેમનામાં વાંચન કૌશલ્ય ખીલે તે માટે આ વાંચન પર્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. વિશેષમાં આ વાંચન પર્વમાં દરરોજ શાળા સમયના શરૂઆતના બે કલાક દરમિયાન પ્રાથમિક શાળાના ૨ થી ૫ના બાળકોને વાંચન કરાવવામાં આવે છે..
 અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષકો અને બાળકોનો ઉત્સાહ વધે તે માટે રાજયજિલ્લા અને તાલુકા કક્ષાના તમામ અધિકારી/કર્મચારીઓ દર અઠવાડિયે શાળાની બે વાર મુલાકાત લેશે તેમજ મુલાકાતની ભૂમિકા પ્રોત્સાહક અને માર્ગદર્શક તરીકેની રહેશે. જિલ્લા કક્ષાના અધિકારીઓ દરરોજ સમીક્ષા કરશેફિલ્ડમાંથી મળેલ સમસ્યાઓનું નિરાકરણ લાવશે તેમજ આ અંગે રાજય સ્તરીય બેઠક દર સપ્તાહે મળશે.
કાર્યક્રમ અંતર્ગત વાંચન